A PHP Error was encountered

Severity: 8192

Message: Creation of dynamic property CI_URI::$config is deprecated

Filename: core/URI.php

Line Number: 101

Backtrace:

File: /var/www/html/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: 8192

Message: Creation of dynamic property CI_Router::$uri is deprecated

Filename: core/Router.php

Line Number: 127

Backtrace:

File: /var/www/html/index.php
Line: 315
Function: require_once

S R Rana

Shree krantivir sardarsinh rana

  • જન્મ: ૧૦ એપ્રિલ, ૧૮૭૦, રામનવમી
  • જન્મસ્થાન: કંથારિયા, તા.ચુડા, જિ. સુરેન્દ્રનગર, ગુજરાત.
  • માતા: ફુલજીબા.
  • પિતા: રવાજીભાઇ
  • પરિવારમાં ત્રણ બહેનો અને તેઓ એક ભાઇ હતા.
  • શિક્ષણ: પ્રાથમિક: કંથારિયા અને ધ્રાંગધ્રા. હાઇસ્કુલ: આલ્ફ્રેડ હાઇસ્કુલ, રાજકોટ કોલેજ: એલફીન્સ્ટન કોલેજ, મુંબઇ. ફરગ્યુસન કોલેજ, પુના. ઇ.સ.૧૮૯૮ માં બી.એ.ની ડીગ્રી મેળવી. ઉચ્ચ અભ્યાસ: ઇ.સ.૧૯૦૦માં લંડનથી બાર-એટ- લૉની પરીક્ષા પાસ કરી. બેરિસ્ટરની ડીગ્રી મેળવી.
  • લંડનમાં અભ્યાસની સાથે હીરા-ઝવેરાતનાં વ્યવસાયમાં કમીશન એજન્ટ તરીકે કામ કરતા હતા. ફ્રેન્ચ અને જર્મન ભાષાનાં દુભાષિયા તરીકે પણ કામ કરતા.
  • 'ઇન્ડીયા હાઉસ' લંડનનાં તેઓ સ્થાપક સભ્ય હતા. પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને મેડમ કામા સાથે અહીંથી ભારતની આઝાદી માટેની ક્રાંતિકારી ચવવળ શરૂ થઇ. ભારતમાં બોંબ અને પિસ્તોલનાં યુગની શરૂઆતનો શ્રેય આ ત્રિપૂટીને ફાળે જાય છે.
  • ઇ.સ.૧૯૦૫ માં 'હોમરૂલ સોસાયટી' નાં તેઓ વાઇસ પ્રેસિડન્ટ નિમાયા.
  • શ્યામજી કૃષ્ણવર્માનાં તંત્રીપદે 'ઇન્ડીયન સોસીઓલોજીસ્ટ' નામનું અંગ્રેજી છાપું લંડનથી છપાવાનું શરૂ થયું. ભારતમાં બ્રિટિશ સરકારનાં ક્રૂર શાસન અને જૂલ્મનો ચિતાર દુનિયા સામે આક્રમકતાથી મૂકવાની શરૂઆત થઇ..
  • ભારતની બહાર પરદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રૂІ. ૨૦૦૦/- ની એક એવી ત્રણ સ્કોલરશીપ આપવાની જાહેરાત રાણાજીએ 'ઇન્ડીયન સોસીઓજીસ્ટ' માં કરી. વીર સાવરકર સહિત અનેક વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપનો લાભ મળ્યો.
  • ઇ.સ.૧૯૦૭ માં જર્મનીનાં સ્ટુટગાર્ટ શહેરમાં 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'નું સંમેલન યોજાયું, ૨૨ મી ઓગસ્ટનાં દિવસે રાણાજી અને મેડમ કામાએ ભારતનો સૌપ્રથમ ત્રિરંગો રાષ્ટ્રધ્વજ બનાવીને ફરકાવ્યો. મેડમ કામાએ ભારતની આઝાદી માટેનું આગ ઝરતું ભાષણ કર્યું.
  • ૧૮૫૭ નાં સ્વાતંત્ર્ય સંગ્રામને ઇ.સ.૧૯૦૮ માં ૫૦ વર્ષ પુરા થતાં હતા. ઇન્ડીયા હાઉસમાં અર્ધ શતાબ્દિ વર્ષની ભવ્ય ઉજવણી થઇ. સમારંભનાં અધ્યક્ષ સ્થાને રાણાજી હતા.
  • બ્રિટિશ સરકાર વિરૂધ્ધની અને ભારતની આઝાદી માટેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ યુરોપનાં દેશોમાંથી કરવા બદલ રાણાજીને દેશનિકાલ કરવામાં આવ્યા. રાણાજીનું ભારતમાં આવવાનું પ્રતિબંધિત થયું.
  • આ સમયગાળામાં રાણાજી ફ્રાંન્સનાં પેરિસમાં સ્થાયી થયા. હીરા-ઝવેરાતનો પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. ફ્રાંન્સનું નાગરિકત્વ મેળવ્યું.
  • મદનલાલ ધિંગરાએ કર્નલ વાયલીને લંડનમાં ઠાર માર્યો. રિવોલ્વર રાણાજીની હતી. હથિયાર લાયસન્સ તેમનાં નામનું હતું. પેરિસમાં તેમનાં પર તપાસ આવી.
  • ઇ.સ.૧૯૧૪ માં પહેલું વિશ્વયુધ્ધ ફાટી નિકળ્યું. બ્રિટને મિત્ર રાષ્ટ્રનાં દાવે ફ્રાંન્સ ઉપર રાણાજીને જેલમાં નાખવા ભારે દબાણ કર્યું. ફ્રાંન્સ સરકારે રાણાજીને નજરકેદ કર્યા. યુધ્ધ પુરૂં થયું ત્યાંસુધી રાણાજી ફ્રાંન્સનાં માર્ટિનિક ટાપુ ઉપર નજરકેદ રહ્યા. પોતાનું ગુજરાન ચલાવવા માટે ખેતી અને પશુપાલનનું કામ કરતા. ઇ.સ.૧૯૨૦ માં યુધ્ધ પુરૂ થતાં ૬ વર્ષે તેઓ નજરકેદમાંથી મુક્ત થયા. પેરિસ આવ્યા. હીરા-ઝવેરાતનો ધંધો ફરી શરૂ કર્યો.
  • 'બનારસ હિંદુ યુનિવર્સિટી' ઉભી કરવા માટે ફાળો ઉઘરાવવા પંડિત મદનમોહન માલવિય પેરિસ પહોંચ્યા. રાણાજીએ ફાળાની રકમમાં વ્યક્તિગત રૂપિયા ૫ લાખ સાથે પેરિસમાં રહેતા ભારતિઓ પાસેથી કુલ રૂપિયા ૨૮ લાખની માતબર રકમ એકઠી કરી આપી.
  • વીર સાવરકરે 'વોર ઓફ ઇન્ડીપેન્ડન્સ-૧૮૫૭' નામનું પુસ્તક લખ્યું. રાણાજીએ મહામુશ્કેલીથી પુસ્તક છપાવ્યું અને ચોરીછુપીથી ભારતમાં ઘુસાડ્યું.
  • રાણાજીએ બોંબ બનાવવાની પ્રક્રિયા શીખવવા માટે સેનાપતિ બાપટ તથા ઇન્દુલાલ યાજ્ઞિકને રશિયાનાં મોસ્કો શહેર મોકલ્યાં. બોંબ મેન્યુઅલ તૈયાર થયું. મેન્યુઅલનાં કાગળમાં હીરા-ઝવેરાતનાં દાગીના વીંટીને ભારતમાં પહોંચાડ્યું.
  • લાલા લજપતરાય દ્વારા 'અનહેપી ઇન્ડીયા' નામનું પુસ્તક લખાયું. આ પુસ્તક રાણાજીનાં પેરિસ ખાતેનાં નિવાસસ્થાને મહેમાન તરીકે લાંબો સમય - ૫ વર્ષ રોકાઇને લખાયું. પુસ્તક છપાવવાની બધી જોગવાઇ રાણાજીએ કરી.
  • કવિવર રવીન્દ્રનાથ ટાગોરનાં મનમાં 'શાતીનિકેતન' ની કલ્પના સાકાર કરવાની પ્રબળ ઇચ્છા હતી. રાણાજીએ તેમની મુલાકાત પ્રો. સિલ્વા લેવી અને રોમાં રોલાં સાથે કરાવી આપી. 'શાતીનિકેતન' સાકાર થયું.
  • વીર સાવરકરે બ્રિટિશ કેદમાંથી નાસી છૂટવા માટે ફ્રાંન્સનાં માર્સેલ્સ બંદર નજીક સ્ટીમરમાંથી ઐતિહાસિક છલાંગ લગાવી. બ્રિટિશરોએ ફ્રાંન્સની ધરતી પર પહોંચી ગયેલા સાવરકરની ફરી અટકાયત કરી. આ મામલાને રાણાજી હેગ ખાતેની આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઇ ગયા, કેસ લડ્યા.
  • સરબોન યુનિવર્સિટી, પેરિસ અને ભારતમાં શાતીનિકેતન વિશ્વવિદ્યાલયમાં રાણાજીએ પોતાનાં એક લાખથી વધારે પુસ્તકો ભેટ આપ્યા.
  • બીજા વિશ્વયુધ્ધ વખતે નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારતમાં નજરકેદમાંથી છટકીને જર્મની પહોંચ્યા હતા. રાણાજીએ જર્મન રેડિયો પરથી સુભાષબાબુનાં ઐતિહાસિક ઉદ્દબોધનનાં પ્રસારણની વ્યવસ્થા ગોઠવી આપેલી.
  • ઇ.સ.૧૯૪૭ માં ભારત આઝાદ થયું. તત્કાલિન વડાપ્રધાન અને ઘનિષ્ઠ મિત્ર જવાહરલાલ નેહરૂનાં આમંત્રણથી રાણાજી ભારત પરત આવ્યા. દેશનિકાલની સજાનો અંત આવ્યો. દિલ્હીમાં સરકારી મહેમાન તરીકે રહ્યા. ગાંધીજી સહિત ટોચનાં નેતાઓને મળ્યા.
  • ઇ.સ.૧૯૫૨ માં સ્વતંત્ર ભારતની પહેલી લોકસભાની ચૂંટણી યોજાઇ. આ લોકસભામાં આખા દેશમાંથી જે સાંસદો ચૂંટાયા તેમાથી ૬૦ સાંસદ એવા હતા કે જેઓ રાણાજીએ આપેલી સ્કોલરશીપ મેળવીને ભણ્યા હતા.
  • દિલ્હીથી લીંબડી વતનમાં આવ્યા. વર્ષો પછી પરિવારજનોને મળ્યા. થોડો સમય રોકાઇને પાછા પેરિસ જવા રવાના થયાં.
  • ઇ.સ.૧૯૫૧ માં ફ્રાંન્સની સરકારે રાણાજીને ફ્રાંન્સનાં સર્વોચ્ચ નાગરિક સન્માન 'શેવાલિયર' થી નવાજ્યા.
  • પેરિસમાં તબિયત લથડી માંદગીમાં પટકાયા. ભારત વતનમાં પાછા આવ્યા.
  • ઇ.સ.૧૯૫૭, ૨૦ મી મે નાં રોજ સરકીટ હાઉસ, વેરાવળ ખાતે રાણાજીએ અંતિમ શ્વાસ લીધા.